પોલીસ પૂછપરછમાં આઇડાએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2017થી નિયમીત પણે ટુરીસ્ટ વિઝા પર ભારત આવતી હતી. તેમજ મોટાભાગે સુરતમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી હતી. લોક્ડાઉન અગાઉ સુરત આવી હતી અને તારીખ 26 સપ્ટેમ્બરના રોજ વિઝા પૂરા થઇ રહ્યા હતા. જેથી તે પરત વતન જવાની હતી. પરંતુ લોક્ડાઉનને કારણે પૈસા કમાય ન શકતા આઇડાએ તેના બોયફ્રેન્ડ પાસેથી 6 લાખ અને અન્ય મિત્રો પાસેથી અંદાજે 8 લાખ રૂપિયા લીધા હતા. બીજી તરફ વતન જતી વખતે પણ તેણે લાખ્ખો રૂપિયા લઇ પરત જવાની ઇચ્છા હતી.
પોલીસે મૃતક વનિડાની સોનાની ચેન ઉપરાંત 2 આઇફોન પણ કબ્જે લીધા હતા. પોલીસ પૂછપરછમાં આઇડાએ 2 આઇફોન પૈકી 1 આઇફોન પોતાના રિક્ષાવાળાને ગિફ્ટમાં આપી દીધો હતો. આ રિક્ષાવાળો રોજ તેણીને સ્પાથી ઘરે અને ઘરેથી સ્પામાં લઇ જતો હતો. બીજો ફોન ધાબડા અને તકિયામાં છુપાવી તેને વ્યવસ્થિત પેક કરી એક પ્લાસ્ટીકની બેગમાં મુકી રીક્ષા ચાલકને આપી હતી. એડાએ રીક્ષા ચાલકને કહ્યું હતું કે તેમાં નકામો કચરો છે અને કચરાપેટીમાં નાંખી દેજે. પરંતુ રીક્ષા ચાલક બેગ ઘરે લઇ ગયો આ બેગ પણ પોલીસે કબ્જે કરી તેમાંથી મોબાઇલ ફોન રીકવર કર્યો છે.