સુરતઃ શહેરના ચકચારી થાઈ યુવતીના હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ યુવતી આઇડાએ કરી છે. આ હત્યા કેસમાં હાલ સુરત પોલીસ કમિશ્નર વિગતો આપી રહ્યા છે. જેમાં હત્યા કેસને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે.


પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, મૃતક વનિડા ટુરિસ્ટ વિઝા પર આવી હતી. વનિડાની હત્યા પછી 1 સોનાની ચેન અને 2 મોબાઈલ ગાયબ હતા. ઘટના સ્થળના સીસીટીવી ચેક કરાયા હતા. પેનલ pm કરાવાયું હતું. એટલું જ નહીં, Fslની ટીમની મદદ પણ લેવામાં આવી હતી. સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સથી કેસ ઉકેલાયો છે. વનિડાની મહિલા મિત્રની શકમંદ હાજરી જણાઈ આવી હતી.

તેમણે ઉમેર્યું કે, પોલીસને મળેલા પુરાવા ના આધારે ગત 11મી તારીખે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમા જોતરાયા હતા. આ કેસ સોલ્વ કરવામાં Dcp વિધિ ચૌધરી અને પીઆઇ સાલુંકેએ મહેનત કરી છે. વનિડાની મિત્ર આઇડા પાસેથી સોનાની ચેન અને મોબાઈલ મળી આવ્યા છે. વનિડાની મિત્ર આઇડાએ હત્યા કરી છે. આ ગુન્હો ડિટેકટ થયો છે. હત્યારી આઇડા મૃતકના ઘરે ગઈ હતી. ત્યાં હુક્કો પીધો હતો. તેમજ આ પછી આરોપી આઇડાએ મોઢું દબાવી હત્યા કરી અને ત્યારબાદ સળગાવી નાખી. આરોપી આઇડાના વિઝા પુરા થતા હતા ત્યારે રૂપિયાની જરૂર હતી.

મૃતક વનિડાનું મોઢું દબાવી ત્યાર બાદ લાઈટરથી રૂના ગાદલાને આગ ચાંપવામાં આવી હતી. આરોપી આઇડા અને મૃતક વનિડાએ નશો કર્યો હતો. પહેલા દિવસથી જ સીસીટીવીના આધારે આરોપી નજરમાં હતી.