સુરતઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા બિપરજોય વાવાઝોડાને લઈને દક્ષિણ ગુજરાતમાં પ્રશાસન હાઈ એલર્ટ પર છે. સુરતમાં મજૂરા, ઓલપાડ અને ચોર્યાસીના 42 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તોફાનને લઇને માછીમારો દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.


સાથે સાથે વાવાઝોડાને લઇને કંન્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વાવાઝોડા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શકયતાઓ છે. ઇન્ચાર્જ કલેક્ટર બી.કે.વસાવાએ કહ્યુ હતું કે ડુમસ અને સુવાલી બીચ આગલા દિવસે બંધ કરાશે.જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જૂના બંદર સહિત જામનગરના તમામ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.


ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે છે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપરજોય નામ આપ્યું છે. જો કે વાવાઝોડાની દિશાને લઈ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1 હજાર 160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર છે. જ્યારે વાવાઝોડાને કારણે જ કેરળના દરિયા કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ હોવાનું અનુમાન છે.


અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ


અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.


આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.


હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે