સુરતઃ  સુરતમાં વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં રાંદેર પાલનપુર પાટિયા પાસે આઠ મહિનાના બાળકને નિર્દયતાપૂર્વક માર મારવાના કેસમાં સારસંભાળ રાખનાર આયાને કોર્ટે દોષિત ઠેરવી ચાર વર્ષની કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. પાલનપુર પાટિયાના હીમગીરી સોસાયટી જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા મિતેષ પટેલના પત્ની શિવાની તેના આઠ માસના ટ્વીન્સ સાથે રહેતા હતાં. પતિ- પત્ની નોકરી કરતા હોવાથી ટ્વીન્સ બાળકો નિરમાન અને નિરવાનની સારસંભાળ રાખવા માટે આયા કોમલ તાંદેલકરને રાખી હતી. જે દંપતિની ગેરહાજરીમાં બાળકોનું ધ્યાન રાખવાના બદલે નિર્દયતાપૂર્વક માર મારતી હતી.


 4 ફેબ્રુઆરી 2022ના રોડ આયાએ બંને બાળકોને માર માર્યો હતો. જેમાં નિરવાનને નિર્દયતાપૂર્વક ગાલ પર લાફો મારી કાન ખેંચ્યા હતા.  એટલું જ નહી માસુમ નિરવાનને પલંગ પણ પછાડ્યો હતો. જેના કારણે તે બેહોશ થઇ જતા તેને સારવારમાં ખસેડવો પડ્યો હતો. ત્યારબાદ માતા- પિતાએ સીસીટીવી ચેક કરતા આયાના કરતૂતનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ આયા વિરૂદ્ધ રાંદેર પોલીસમાં માર મારવાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ કેસ કોર્ટે આયા કોમલને ચાર વર્ષની કેદની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.


Surat: પ્રેમિકાને પામવા શંકી પ્રેમીએ કરી એવી હરકત કે જાણીને ચોંકી જશો


Surat: આજે પ્રેમનો દિવસ વેલેન્ટાઈન ડે છે. આ દરમિયાન સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને પામવા શંકી પ્રેમીએ એવી કરતૂત કરી કે વાંચીને તમે પણ ચોંકી જશો. પ્રેમિકાને ટ્રેસ કરવા પ્રેમીએ તેના મોપેડ પર GPS ટ્રેકર લગાવ્યું હતું. પ્રેમીએ પ્રેમિકાનો પીછો અને જાસૂસી કરવા GPS ટ્રેકર લગાવ્યું હતું. યુવતીએ ગાડી સર્વિસમાં મૂકી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી. યુવતીના પરિવાર સમજાવવા જતાં શંકી પ્રેમીએ તેના પરિવાર સાથે મારા મારી કરી હતી. કતારગામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ફેસબુક પર પાંગર્યો પ્રેમ, પતિની કાંટો કાઢવા પત્નીએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો


ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ કરી હતી. આરોપી વિનોદ મહેશ સિંગ પર ઇનામ જાહેર કરાયું હતું. પતિનો કાંટો કાઢવા પત્ની પતિને મુંબઈથી ઉભરાટ દરિયા કિનારે ફરવાના બહાને લાવી હતી, જ્યાં ઝાડી ઝાંખરામાં લઘુશંકાના બહાને લઈ જઈ ચપ્પુ ના ઘા જીકી પતિની હત્યા કરી હીધી હતી.


શું છે મામલો




 



મુંબઈના બોઇસર ઇસ્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની પ્રમોદસિંહ બીરજાસિંહ 19 માર્ચ,2021ના દિવસે તેની પત્ની પ્રીતિ અને પુત્ર સાથે ઉભરાટના દરિયાકિનારે ફરવા ગયા હતા. ઉભરાટથી પરત નવસારી સ્ટેશને રિક્ષામાં જતી વખતે વચ્ચે આવતી ઝાડીઓમાં પ્રમોદસિંહને લઇ જઇ ચપ્પુના ઘા ઝીંકી દઇ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તેની પત્ની પ્રીતિ જ મુખ્ય સૂત્રધારા નીકલી હતી. પ્રીતિને ફેસબુક ઉપર તેના વતનની નજીક  બિહારના કીસાત ગામના વિનોદ મહેશ સિંગ સાથે પ્રેમ થયો હતો. તે તેને મળવા વતન પણ જતી હતી