Surat: સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે જેમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીને વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલીને બિભત્સ માંગણી કરવામાં આવી હતી. લિંબાયત પોલીસે આરોપી શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલી એક સ્કૂલના શિક્ષક વત્સલ રાઠોડ દ્વારા સગીર વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી. શિક્ષકે વ્હોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ તો આ મામલે શિક્ષક વિરૂદ્ધ છેડતીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.


વિદ્યાર્થીની નીલગીરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં અભ્યાસ કરે છે. લંપટ શિક્ષક વત્સલ રાઠોડે "પૈસા જોઈ તો બોલ "કહી વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ છે. જો કે શિક્ષક સામે ફરિયાદ થતા પોલીસે ધરપકડ કરી હતી. લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અવાર-નવાર પૈસાની જરૂર હોય તો કહેજે, તું મને ગમે છે, મિસ યુ જેવા અભદ્ર મેસેજ કરી મિત્રતા રાખી જાતીય માંગણી પણ કરતો હતો. એટલું જ નહી 'તને જે ગમે તે કરજે,બટ મને પણ આપ' જેવા મેસેજ વિદ્યાર્થીનીને કરતો હતો. જાતીય સુખના બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરાઇ હતી.


વિદ્યાર્થીનીની માતાનો આક્ષેપ છે કે શિક્ષક દ્રારા તેમની છોકરીને મેસેજ કરવામાં આવતો હતો,શિક્ષક વિદ્યાર્થીનીને લાલચ આપતો હતો. શિક્ષકે વિધાર્થીનીને કહ્યું કે તારે મને સર તરીકે નહી બોલાવાના તો વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો કે,તમે મારા ગુરૂ છો એટલે હું તમને સર કહીશ.તો આખરે કંટાળીને વિદ્યાર્થીનીએ તેની માતાને આપવીતી જણાવી હતીતો પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં માતા સાથે રહે છે. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી વત્સલે તેમની દીકરીના વ્હોટ્સએપ પર વારંવાર અભદ્ર મેસેજ કરતો હતો. આરોપી શિક્ષક વત્સલ મોહનસીંગ રાઠોડ નવસારીના સમર્થ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. વસ્તલ બે સંતાનનો પિતા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.