સુરત: અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને બચાવી લેવાયા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકોને તરતા ન આવડુ હોય તેઓ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય ત્રણને બચાવી લેવાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.