Surat: ડાયમંડ નગરી સુરત શહેરમાં મોતની રફતાર બેફામ બની છે. સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના અને અકસ્માતની ઘટના બની છે. અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સચિન વિસ્તારમાં અકસ્માત બાદ ટેમ્પો ચાલાક ફરાર થયો હતો, સચિન GIDC વિસ્તારમાં ઘટના ને અંજામ આપનાર ટેમ્પો ચાલાકની કરી ધરપકડ કરી હતી.


ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMD એ દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં શીત લહેર પડી શકે છે. ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં વહેલી સવારે અને સાંજ બાદ ઠંડા પવન ફૂંકાવાનું શરુ થઈ જાય છે. 


ઉદયપુરમાં કોલ્ડવેવના કારણે 3 દિવસ સ્કૂલો બંધ રહેશે


મકરસંક્રાંતિના તહેવારની સાથે જ તમિલનાડુમાં જલ્લીકટ્ટુની પણ શરૂઆત થઈ ગઈ છે. આ અંગે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પોંગલથી આગામી 4 દિવસ સુધી ચાલનારી આ ઘટનામાં રવિવારે મદુરાઈના અવનિયાપુરમ વિસ્તારમાં લગભગ 60 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 20 ગંભીર રીતે ઘાયલ છે, જેમને રાજાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ઉદયપુરમાં કોલ્ડવેવને પગલે ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 18મી જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ રહેશે. 19 થી 22 જાન્યુઆરી સુધી ખાનગી શાળાઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.