સુરત : શહેરના કતારગામ વિસ્તારની ગંભીર ઘટના સામે આવી છે. માતા પિતા માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળેથી 2 વર્ષનું બાળક નીચે પટકાયું હતું. રમતા રમતા નીચે પટકાતા મોત થયું છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કતારગામ પોલીસે અકસમાતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું. તેમજ રમતા રમતા જ  તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. આ જ સમયે સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાળક રમી રહ્યું હતું ત્યારે આસપાસ કોઇ પરિવારજન નજીકમાં દેખાતા નથી. 



Surat : 5 બાળકો સહિત 11 લોકોને કોરોના થતાં કયું બિલ્ડિંગ કરી દેવાયું સીલ? 44 ઘરના 150 લોકો ક્વોરેન્ટાઇન


પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં 5 બાળકો સહિત 11ને કોરોના થતાં સીલ કરવામાં આવી છે. 44 ફ્લેટના 150 રહીશો ને ક્વોરન્ટાઇન કરાયા છે. સુરત શહેરમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. 


11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. જેમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે.


નોંધનીય છે કે, શહેરમાં ઓગસ્ટમાં જ્યાં 75 કેસ હતા ત્યાં સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા છે. આમ એક જ મહિનામાં કોરોના વકર્યો છે. અઠવાડિયામાં 11 કેસ આવ્યા છે. જેમાંથી 3 ફલેટમાં 2-2 મળી 6 કેસ છે. જ્યારે બાકીના 5 એક જ પરિવારના છે. જેમાંથી ચાર કેસ બુધવારે આવ્યા છે. આ 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1ની 11 અને 1ની 5 વર્ષ છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરાયું હતું. હજુ 30નો RT-PCR રિપોર્ટ બાકી છે.આવિષ્કારના 11 કેસ માંથી 18 વર્ષથી મોટા 6 અને 5 બાળકો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાંએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે એકનો સેકન્ડ ડોઝ બાકી છે. 5 બાળકો સ્કૂલે જતા નથી. ઘરેથી ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે, જ્યારે 1 બાળક ઘોડદોડ રોડ પર ઘરે ટ્યુશને જતો હતો ત્યાં શિક્ષકનું ટેસ્ટીંગ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.