Surat News: સુરતના વેસુમાં પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં વેસુ વિસ્તારમાં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી. 

પતિ-પત્નીએ બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીધી હતી. જેના કારણે પતિ-પત્ની, એક દીકરીનું મોત થયું હતું જ્યારે એક દીકરી સારવાર હેઠળ છે. પરિવારે કેમ આ પગલું ભર્યું તેનું કારણ અકબંધ છે. સુસાઈડ નોટમાં વૈભવ રૂંગટા નામના યુવકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પૈસા બાબતે પરિવારને માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી હતી. 

પરિવારના ચાર લોકોએ જીવન ટૂંકાવ્યું

Continues below advertisement
Continues below advertisement

 પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ કરુણ ઘટનામાં પતિ, પત્ની અને બે દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી. જેમાં સારવાર દરમિયાન બાલ મુકુંદ પ્રકાશ ખેંત, તેમના પત્ની પ્રિયંકા અને એક દીકરીનું મોત થયું છે જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે. ભોગ બનનાર બંને દીકરીઓની ઉંમર આશરે પાંચથી સાત વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.  મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ત્રણ પાનની સુસાઇડ નોટ મળી આવી છે.

સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા માનસિક ત્રાસ આપતો હોવાનું ઉલ્લેખ કરાયો છે. આ વ્યક્તિ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો.  આ પરિવારનું ક્રેડિટ કાર્ડ પણ પડાવી તેના પર ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને પડોશીઓ તેમજ સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર, આરોપી વૈભવે મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી.