સુરતઃ કોરોની બીજી લહેરમાં ટપોટપ લોકોના મોત થઈ રહ્યા છે. કોઈનો માતા-પિતા તો કોઈના ભાઈ બહેનથી હાથ છૂટી ગયો છે. સ્મશાનમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે, એક ચિતા ઠંડી પડી નથી ત્યાં બીજાને અગ્નિદાહ અપાઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરના પાલ કૈલાસ મોક્ષધામ સ્મશાનગૃહ ખાતે યુવાન પૌત્રને એક કલાકમાં બીજી વખત અગ્નિસંસ્કાર કરતો જોઇ અજંપો છવાઇ ગયો હતો. સ્મશાનમાં દાદાને મુખાગ્નિ આપી પૌત્ર દાદીનો મતૃદેહ લેવા નીકળ્યો હતો. દાદીની ડેડબોડી લઇને ફરી સ્મશાન પહોંચતા ઉપસ્થિત સૌ કોઇના રૂંવાડા ઊભા થઇ ગયા હતા.
થયું એવું કે, રવિવારે રાતે બેથી ત્રણ યુવાનો કોરોનાથી મૃત્યુ પામેલા એક સ્વજનની ડેડબોડીના અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિ આવ્યા હતા. શબસૈયા તૈયાર થતાં સ્વજનને મુખાગ્નિ આપી તુરંત રવાના થયા હતા. એક કલાકનો સમય વીત્યો હશે ત્યાં તેઓ ફરી સ્મશાનભૂમિમાં બીજો મૃતદેહ લઇ પરત ફર્યા હતા.
ટૂંકાગાળામાં એક વ્યક્તિ બીજી વખત મૃતદેહ લઈને આવતો જોઈ અનેક લોકો સ્તબ્ધ થઈ ગયા હાત. કોઈ પાસે એ યુવાનને જઈને પૂછવાની હિંમત કે શબ્દો ન હતા. આખરે સ્મશાનભૂમિકા સ્વયંસેવકોએ યુવકને પુછતા તેણે પોતાની આપવીતી જણાવી હતી જે સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો.
એક જ દિવસે પોતાના બે સ્વજન ગુમાવનારા યુવાને કહ્યું કે, ‘એક કલાક અગાઉ જેમને અગ્નિદાહ આપ્યો તે મારા દાદા હતા જ્યારે બીજી ડેડબોડી જેમની લઇને આવ્યો છું તે મારા દાદી છે. દાદાને મુખાગ્નિ આપી હું દાદીની ડેડબોડી લેવા ગયો હતો.’ કોરોનામાં એકસાથે એક જ દિવસે બે અંગત સ્વજન ગુમાવનારા યુવાન પૌત્રના મોઢેથી આ બે લાઇન સાંભળ્યા બાદ ચારેબાજુ શાંતિ છવાઈ ગઈ હતી.
3-4 દિવસના લોકડાઉનથી કંઈ નહીં થાય, ગુજરાતમાં 15 દિવસના લોકડાઉનની જરૂરત, જાણો કોણે કરી આ માગ
રેમડેસિવિરને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય હવે, હવે આ લોકોને નહીં મળે ઇન્જેક્શન