સુરતઃ શહેરના ડિંડોલીમાં સગી બહેને જ મોટી બહેનના ઘરસંસાર ભાંગી નાંખ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બહેનની ડિલવરીમાં મદદ રૂપ થવા આવેલી સાળીએ બનેવી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને આ સંબંધ એટલો આગળ વધી ગયો હતો કે, નાની બહેને બનેવી સાથે મળીને સગી બહેનને તેના સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ ગેરકાયદેસર રીતે લગ્ન પણ કરી લીધા હતા.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા. અત્યારે તેને પતિથી બે સંતોનો છે. યુવતીની બીજી ડિલેવરી વખતે તેની નાની બહેન મદદ માટે આવી હતી. આ સમયે સાળી અને બનેવીની આંખો મળી ગઈ હતી. તેમજ ગત 22મી નવેમ્બરે સાળીએ બનેવી સાથે મળીને સગી બહેનને જ તેના સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ ઘરમાં આવશે તો હાથ-પગ તોડી નાંખવાની ધમકી પણ આપી હતી.

આ અંગે પરિણીતાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદ કરી છે કે, તેને ઘરમાંથી કાઢી મૂકી તે પહેલા જ બંનેએ કોર્ટમાં ગેરકાયદે લગ્ન કરી લીધા હતા. બંને એક મહિના સુધી સુરતથી મુંબઈ ભાગી ગયા હતા અને સાથે રહેતા હતા. એટલું જ નહીં, લગ્નની પહેલી એનિવર્સરી ઉજવવા માટે પરિણીતા પોતાની બહેન અને પતિ સાથે દમણ ફરવા ગઈ હતી. અહીં સાળી સાથે પતિએ મોબાઇલ નંબરની આપલે કરી લીધી હતી. તેમજ આ પછી તેઓ મોબાઇલ પર વાતચીત કરતાં હતાં. જોકે, પરિણીતાને લાગતું હતું કે, તે સાળી છે એટલે વાત કરે છે, પરંતુ સાળી સાથે વાતચીત પછી પતિનો સ્વભાવ બદલી ગયો હતો. તેમજ પત્નીને હેરાન કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ હોવાથી નાની બહેનને મદદ માટે બોલાવી હતી. ઘરે આવેલી સાળી પતિ સાથે મળીને તેની સાથે ઝઘડો કરતાં હતા. તેમજ પતિ, તેનાથી કંટાળી ગયો હોવાનું તેમજ તું ગમતી નથી અને છૂટાછેડા આપી દે તેમ કહેતો હતો. એટલું જ નહીં, દહેજ બાબતે મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

બીજી તરફ નાની બહેન પણ પતિ સાથે રહેવા લાગી હતી. તેમજ બંને ઘરમાં જ શરીર સુખ માણતા હતા. આ પછી ગત 22મીએ બંનેએ મળીને પરિણીતાને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બહેન અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે.