સુરતમાં મહિલા પોલીસકર્મી સફેદ કલરની ટેમ્પો ચાલકને રોકે છે. બાદમાં દાદાગીરી કરી ટેમ્પો ચાલક પાસેથી હપ્તાની વસૂલી કરી રહી છે. બાદમાં અન્ય એક રીક્ષા ચાલક આવે છે.તેને પણ રોકવામાં આવે છે અને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે આ વાયરલ વિડિયો સુરતના ભાઠેના સમ્રાટ સ્કૂલ પાસેનો છે. જો કે ABP અસ્મિતા આ વાયરલ વિડિયોની પુષ્ટી કરતું નથી.

ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વિડીયો વાઇરલ થયા છે જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વીડિયો વાયરલ થયા છે પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. તેમાં મહિલા જવાન રૂપિયા લેતી જોવા મળી છે. જોકે સુરતના ભાથેના વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોવાનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી તેને સોશિયલ મીડિયા વાઇરલ કરવામાં આવ્યો છે.

જોકે આ વીડિયો વાયરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે. વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે.