સુરતઃ કતારગામ લલિતા ચોકડી ખાતે યુવકની હત્યા કરવામાં આવી છે. ઊંઘમાં જ યુવક ની હત્યા કરાઈ છે. અજાણ્યા હત્યા કરી ફરાર થઈ ગયા છે. લોહી લુહાણ હાલતમાં બોડી મળી આવી છે. કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Surat : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો
સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.
અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા.
સુરતઃ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં 16 એપ્રિલે કોર્ટ ચુકાદો આપશે. બંને પક્ષકારોની દલીલ પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી 105 સાક્ષીઓની લેવાઈ જૂબાની લેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ચકચારી સુરત ગ્રીષ્મા હત્યા કેસનો 16મી એપ્રિલે ચુકાદો આપશે.
આ કેસમાં અત્યાર સુધી 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. અને 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા કેસને લઈને તમામ પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે. FSLએ મોબાઈલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની જુબાની આપી છે. અને આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેંટ લેવામાં આવ્યું છે.