આ અંગેની વિગત એવી છે કે, સુરતની એમ્બિશન મોડર્ન સ્કૂલે પ્રથમ સત્ર ફી માફ કરી છે. ધોરણ 1 થી 12માં 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉનમાં વાલીઓની આર્થિક સ્થિતિને જોતા અન્ય શાળાઓ પણ આ દિશમાં વિચારે એવી પ્રબળ માંગ ઉઠી છે.
લોકડાઉનમાં વાલીઓના ધંધા-રોજગાર બંધ હોવાથી તેઓ આર્થિક મુશ્કેલી ન અનુભવે તે માટેનો આ મહત્વનો નિર્ણય સ્કૂલ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા પ્રથમ સત્ર એટલે કે છ મહિનાની ફી એટલે કે 550 વિદ્યાર્થીઓની 35 લાખ કરતા વધુ રકમ માફ કરવામાં આવી છે, તેમ મેનેજીંગ ટ્રસ્ટી રમેશ માંગુકિયાએ જણાવ્યું હતું.