ડૉક્ટર સંકેત મહેતા છેલ્લા 25 દિવસથી વેન્ટીલેટર પર છે. ડોક્ટર સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા...અને તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ ડોક્ટર સંકેત છેલ્લાં 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. છેલ્લાં 25 દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા જ્યારે 22 દિવસથી ઍકમોના સપોર્ટ પર છે છતાં તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે નથી પરિણામે તેઓને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઇ લઇ જવાયા હતા.
સંકેત મહેતાના ફેફસાના ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ એક કરોડ રૂપિયા હોવાથી ડોક્ટરો તેમની મદદે આવ્યા છે. ડૉક્ટરની સારવાર અર્થે આર્થિક રીતે સહભાગી થવા પહેલ શરૂ કરાઈ છે. ABP અસ્મિતા પણ કોરોના વોરિયર્સને સલામ કરે છે અને લોકોને અપીલ કરે છે કે વધુને વધુ લોકો સહભાગી બને.