થાઈલેન્ડ યુવતી ભેદી મોત પ્રકરણમાં રોજ કંઈક નવો વળાંક સામે આવ્યો રહ્યો છે ત્યારે હવે શંકાસ્પદ આઈડીનો મલેશિયા-જાપાનનો ગુનાહિત ઈતિહાસ પોલીસે શોધી કાઢ્યા હતો. જાપનમાં જુગાર અને મલેશિયામાં મારામારી અને ગેરકાયદે વસાહતનો ગુનો પણ હતો. કેસમાં દુભાષીયા મહિલાની પણ મદદ લેવામાં આવી હતી. ઉમરા પોલીસ થાઈલેન્ડની યુવતીના ભેદી મોતમાં જેની ઉપર શંકા રાખી તપાસ કરી રહી છે તે હમવતની આયદા વિરુદ્ધ મલેશીયામાં મારામારી અને જાપાનમાં જુગારનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.હત્યાના સાત દિવસ બાદ પણ હત્યા કોણે કરી તે અંગે હજુ પણ અસમજંસની સ્થિતિ જોવા મળી રહી છે.


થાઈ યુવતી વનીદા ઉર્ફે મીમ્મીના રહસ્યમય મોતના કેસમાં ગમે ત્યારે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. સુરત પોલીસે આ રહસ્યમય મોતના કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગમે ત્યારે હત્યારાના નામનો ખુલાસો થાય તેવી પણ પ્રબળ શક્યતા છે. થાઈલેન્ડ યુવતીને જીવતી સળગાઈ દેવાનો મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

6 દિવસ બાદ SITની રચના કરી હત્યાના પુરાવા મળતા કર્યો ગુનો દાખલ કરાયો છે. અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સુરતના અલગ અલગ સ્પામાં થાઈ યુવતી મીમ્મી કામ કરતી હતી. હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે.

ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે.

થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો.