તાપીઃ ગત 11મી એપ્રિલે ખાનપુર ગામમાંથી પસાર થતી કેનાલમાંથી 32 વર્ષીય યુવકની લાશ મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકનું અકસ્માતે મોત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ગત 11મી એપ્રિલે દુમદા ગામના રાજેશ ગામીતની લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આડા સબંધમાં રાજેશ ગામીતની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય આરોપીની પુત્રવધુ સાથે મારનારના સબંધ હોઇ જેને લઈ 3 લાખમાં સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે. વ્યારા પોલીસે સોપારી આપનાર મહિલા સહિત 4 આરોપીની અટક કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
સોનગઢ તાલુકાના દુમદા ગામના 32નો વર્ષીય રાજેશ જયંતીભાઈ ગામીત પત્ની તેમજ તેના બે સંતાનો સાથે રહે છે. મરનારને ગામની એક વિધવા સાથે 10 વર્ષથી અનૈતિક સંબંધ હતા. વિધવાના સાસુને પણ આ અંગે ખબર પડી ગઈ હતી અને તેમણે અનેકવાર રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુમદામાં જ રહેતો ગુરુજી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુભાઈ ગામીત પણ રાજેશની હત્યાના દિવસથી ગુમ હતો. આ બંને સામે મૃતક યુવકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે .
વ્યારા પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગુમ થયાના બે દિવસ બાદ તેની લાશ પાણીમાં મળી હતી. એના વિશેરા સહિત તમામ જરૂરી નમૂનાઓ સુરત ખાતે મોકલ્યા હતા અને પીએમ રિપોર્ટ 22 તારીખે આવ્યો હતો. જે બાદ પરિવાર ને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કરાયો છે.
ગત 9 એપ્રિલે રાતે રાજેશભાઈને કોઈનો ફોન આવ્યો હતો. જે બાદ રાજેશ પરિવારજનોને કહ્યું કે હું ખેતરમાં મોટર ચાલુ કરીને થોડીવારમાં આવું છું એમ કહી પોતાની એકટીવા લઈને નીકળી ગયા હતા અને રાત્રે પરત ફર્યા ન હતા. પરિવાર દ્વારા તેની શોધખોળ બાદ પણ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ વાઘનેરા ગામની સીમમાં રાજેશભાઈની એકટીવા મળી હતી.
આ પછી 11 એપ્રિલે સવારે ખાનપુર પાસે નદી ઉપર આવેલા અન્ડર બ્રીજ પાસે પાણીમાં લાશ મળી આવી આવી હતી. વ્યારા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇને લાશ કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યા. જે પીએમ રિપોર્ટ ગત 23મી મેએ વ્યારા પોલીસને મળ્યો હતો. જેમાં મરનાર રાજેશને કોઈએ હથિયાર વડે માથાના ભાગે બે જીવલેણ ઘા અને ગળાના ભાગે જીવલેણ મારી મોત નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું. હત્યામાં શકદાર તરીકે દુમડા ગામના એક પુરુષ અને મહિલા નામ નોંધાવી દીધા હતા. સમગ્ર પ્રકરણ વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી.