સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈ કાલે લોકડાઉન-4ને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં વેપાર-ધંધા ઉપરાંત પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. સુરતમાં નોન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા સ્ટાફ સાથે ઉદ્યોગ-ધંધા આવતીકાલથી શરૂ થશે.


આ સાથે ડ સુરતમાં ટેક્સટાઈલની દુકાનો ઓડ-ઈવનના નિયમ સાથે 24 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉધોગો ગાઇડલાઈન મુજબ શરૂ કરવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને ઓડ ઇવન તારીખની પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. તમામ નીતિ-નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ટેક્સટાઇલ મિલોને 24 કલાક ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

કામદારોને સાંજે 7 પહેલાં ફેક્ટરીની અંદર લઈ લેવા પડશે. નોન કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવેલી ડાયમંડ ઓફિસ અને ફેકટરીઓ પણ ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરી શકાશે. 50 ટકા સ્ટાફ સાથે ઇન્ડસ્ટ્રીઝ શરૂ થશે. જ્યાં સુધી ટ્રેડિંગ અને આંગડિયા શરૂ નહીં થશે ત્યાં સુધી ઉધોગને વેગ મળવો મુશ્કેલ. કંપનીઓને સેનિટાઇઝિંગ બુથ, થર્મલ સ્ક્રીનીંગ મશીન, સ્ટાફ માટે ગ્લવઝ, માસ્ક સહિતની સુવિધા આપવી પડશે.