સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલ બે મહિલાના મૃતદેહ બદલાઈ જતા ભારે વિવાદ થયો છે. શનિવારે સાંજે સુરતમાં અડધો કલાકના ગાળામાં શબાના અને સુશીલાનાં મૃત્યુ થયાં હતાં. બન્ને પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી. જેમાં શબનાના પરિવારને સવારે મૃતદેહ લઈ જવા કહ્યું હતું અને સુશીલાના પરિવારે સાંજે જ મૃતદેહ સ્વીકારી લીધો હતો. જોકે સિવિલની બેદરકારીમાં તેમણે સુશીલાના પરિવારને શબાનાનો મૃતદેહ આપી દીધો હો અને મોડીરાત્રે સુશીલાના પરિવારે મહારાષ્ટ્ર ખાતેના પોતના નિમગુળ ગામે જ તેના અગ્નિસંસ્કાર કર્યા હતા.


જ્યારે રવિવારે શબાનાનો દીકરો અને તેના માસી મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેનો મતૃદેહ ન મળવાથી ભારે હોભાળો કર્યો અને પોલીસ બોલાવવામાં આવી. પોલીસની હાજરીમાં જ્યારે તપાસ કરી તો સુશીલાનો મતૃદેહ ત્યાં જ હતો જ્યારે શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર થયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે ખટોદરા પોલીસે ખાન ટ્રસ્ટના કર્મચારી અને સિવિલના કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો.


સિવિલની આ બેદરકારીને પગલે રોષે ભરાયેલા શબાનાના પુત્ર અનશ અને તેની માસી દ્વારા જવાબદારને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આવી ગઇ હતી અને તેમણે ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી. મૃતદેહ જોવા માટે પરિવાર સતત આજીજી કરતો રહ્યો હતો. પોલીસ શબાનાના પરિવારને મડદાઘરમાં લઇ ગઇ ત્યારે ત્યાં સુશીલાનો મૃતદેહ પડ્યો હતો.


સુશીલાના પરિવાર શનિવારે મોડી સાંજે જ તેમને સોંપવામાં આવેલા શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેમના વતન મહારાષ્ટ્ર ખાતેના ધુલિયાના નિમગુળ ગામે જતા રહ્યા હતા. ઘટના અંગે કલેક્ટરે તપાસ કમિટી નીમી હતી, જોકે પરિવાર સમક્ષ કલેક્ટરે કહ્યું હતું કે અમે ભૂલ સ્વીકારીએ છીએ પણ હવે બીજો કોઇ વિકલ્પ નથી. રવિવારે મોડી સાંજે ખટોદરા પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.


ગુજરાતના આ શહેરમાં તમામ ધર્મગુરુઓના કોરોના ટેસ્ટ કરતાં 12 ધર્મગુરુ પોઝિટિવ મળી આવ્યા