સુરત:  દેશની સૌ પ્રથમ સ્માર્ટ સીટી સમિટનું ઉદ્ઘાટન આવતીકાલે સુરત ખાતે થનાર છે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના હતા. જો કે, અચાનક  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ રદ્દ  કરવામાં આવ્યો છે. તેઓ આવતીકાલે સુરતમાં યોજાનાર સ્માર્ટ સીટી સમિટનું ઉદ્ઘાટન કરવાના હતાં. જો કે હવે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાશે. તો બીજી સીએમનો સુરત પ્રવાસ કેમ રદ્દ થયો તે અંગે માહિતી સામે આવી નથી.નોંધનિય છે કે, આ સ્માર્ટ સીટી સમિટ ત્રણ દિવસ યોજવાની છે.


બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની કરશે શરૂઆત


બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 21 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ  બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય –બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.


વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત


આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે. બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા. વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને 2030 સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ 23 બિલિયન પાઉન્ડ છે.