સુરત: રક્ષાબંધન અને જન્માષ્ટમી આવતાની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને ખાનગી ટ્રાવેલ્સો ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામતી હોય છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રહેતા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના લોકો માદરે વતન જતા હોય છે અને તેની બુકીંગ પણ શરુ થઇ ગઈ છે. ત્યારે ભાવ વધારા કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. લક્ઝરી બસ ચાલકો દ્વારા તેમની પાસે મનફાવે તેમ ભાડુ વસૂલે છે. સુરતથી સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ઉપડતી બસનું ડબલ સોફાનું ભાડું ‌1 હજારથી ‌1500 રૂપિયા સુધી પહોંચી ગયું છે.


સુરત ખાનગી ટ્રાવેલ્સના ભાવ વધારાની જો વાત કરીયે તો, રાજકોટનું ડબલ સોફાનું ભાડું પહેલા 1200 રૂપિયા હતું જે વધીને 1400 રૂપિયા થયું છે. તેજ રીતે અમદાવાદનું સિંગલ સોફાનું ભાડું 300 હતું તે 400થી 500 થયું છે. જૂનાગઢ,ભાવનગર,જામનગર,અમરેલીનું ડબલ સોફાનું ભાડું પહેલા 1200 હતું તે વધીને 1400 થવા પામ્યું છે.


સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે ટ્રાવેલર્સો દ્વારા લક્ઝરી બસનો ભાવ વધારી દેવાય છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારોમાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો ભાડું વધારતા હોવાની ફરિયાદ છે ત્યારે અમદાવાદ,રાજકોટ,ભાવનગર,અમરેલી,મહુવા,તળાજા અને મહેસાણા ટ્રીપમાં ભાડામાં વધારો થતો હોવાની ફરિયાદ છે. ખાનગી લક્ઝરી બસોમાં સિંગલ સોફાના 600 જ્યારે ડબલ સોફા 1200 રૂપિયા લેવાય છે.જે તહેવારો આવતા સિંગલ સોફાના 700 અને ડબલ સોફાના 1400 થઇ જાય છે.


જોકે ખાનગી લક્ઝરી બસ સંચાલકો ભાવ વધારા પાછળ પોતાની મુશ્કેલી જણાવે છે. તેમનું કહેવું છે કે દર ટ્રીપનો 3000 હજાર ટોલ ટેક્ષ થાય છે. 25,600 નું ડીઝલ જાય છે. પર ટ્રીપે 1500 RTO રોડ ટેક્ષ જાય છે. રોજના 1500 ડ્રાયવર કંડકટર પગાર ભથ્થું  હોય છે. એક બસમાં પ્રતિ ટ્રીપ 36 હજાર આવક થાય જયારે જાવક 31 હજાર 500 થઇ જાય છે. આ ઉપરાંત ઓફિસ ભાડું ટાયર ઘસારો અલગ હોય છે.


સુરતમાં સગા ભત્રીજાએ અમેરિકામાં રહેતા કાકાનું કરી નાખ્યું


સુરત: શહેરના કામરેજ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લોહીના સંબંધોમાં થયેલા વિશ્વાસઘાતની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હકિકતમાં એનઆરઆઈ કાકાએ સગા ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ઘટના બની છે. એનઆરઆઈ કાકા અમેરીકા હતા અને અહીં સુરતમાં ભત્રીજાએ નકલી સહી કરીને સુગર મિલના શેર પોતાના નામ પર કરી લેતા ફરિયાદ નોંધાઈ છે.