સુરત: શહેરના કામરેજ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લોહીના સંબંધોમાં થયેલા વિશ્વાસઘાતની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હકિકતમાં એનઆરઆઈ કાકાએ સગા ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ઘટના બની છે. એનઆરઆઈ કાકા અમેરીકા હતા અને અહીં સુરતમાં ભત્રીજાએ નકલી સહી કરીને સુગર મિલના શેર પોતાના નામ પર કરી લેતા ફરિયાદ નોંધાઈ છે.


વિદેશમાં રહેતા ભારતીયો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કામરેજ ખાતે રહેતા કાંતિભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી  અમેરિકા ખાતે સ્થાયી થયા છે. પરંતુ એક વર્ષ પહેલાં કાંતિભાઈ કામરેજ વતન ખાતે પરત ફર્યા અને વડીલોપાર્જીત જમીનમાં ખેતી કરવા માટે સાયણ સુગર ખાતે નોંધણી કરવા માટે પહોંચ્યા. જોકે સુગર સંચાલકો તરફથી જાણવા મળ્યું કે તેમના નામ પર કોઈ સુગર મિલના શેર નથી જેથી કાંતિ ભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તપાસ કરતા ખબર પડી કે તેમનો શેર તેમના સગા ભત્રીજા અમિતે કાંતિભાઈ અમેરિકા હતા દરમ્યાન બોગસ સહી કરી પોતાના નામ પર ટ્રાન્સફર કરી લીધો હતો. જેને લઇ કાંતિ ભાઈ દ્વારા તેમના વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


જોકે વાત આટલાથી અટકતી નથી માત્ર સાયણ સુગરનો શેર નહીં પણ કામરેજ સુગર મિલન પણ કાંતિભાઈ તથા તેમના અન્ય ભાઈઓ જે વિદેશમાં વસે છે તેમના શેર પણ અમિત અને તેના પિતાએ બારોબર વેચી દીધા હોવાના ગંભીર આક્ષેપ  કાંતિ ભાઈએ કર્યા છે. સાથે સાથે વડીલોપાર્જિત જમીન અને ઘર માંથી પણ બહાર કાઢી મુક્ત હાલ કાંતિ ભાઈ ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા છે. જોકે હાલ તો પોલીસે કાંતિ ભાઈની ફરિયાદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતમાં દારુબંધીના કાયદાના રોજેરોજ લીરેલીરા ઉડી રહ્યા છે. જે પોલીસકર્મીઓને આ દુષણને ડામવાનું કામ કરવાનું હોય તે પોતે જ બુટલેગરોને મદદ કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે ફરી એકવાર પોલીસ અને બુટલેગરની મિલી ભગતનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વરાછાના કોન્સ્ટેબલે બુટલેગર સાથે તોડ કરી ચોકી પાછળ કારમાં 818 બોટલ દારૂ સંતાડ્યો હતો. વરાછા પોલીસનો સ્ટાફ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નાઇટ પેટ્રોલિંગમાં સ્વિફ્ટમાં દારૂ લાવનારાને પકડી પાડી 1.27 લાખનો દારૂ સરદાર ચોકી પાસે મલ્ટિલેવલ પાર્કિંગમાં પોતાની કારમાં રાખ્યો હતો. વરાછા પોલીસના સ્ટાફે જ કોન્સ્ટેબલ લખનને ભગાડવામાં મદદ કરી હોવાની ચર્ચા છે.  




વરાછા પોલીસમાં જ રાત્રી પેટ્રોલીંગમાં હાજર કોન્સ્ટેબલે સ્વિફ્ટ ગાડીમાં દારૂ લાનનાર યુવકને પકડી પાડીને તેની પાસેથી રૂા.1.27 લાખની 818 દારૂની બોટલ પોતાની આઇટ્વેન્ટી ગાડીમાં મુકીને પોલીસ ચોકીની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગમાં સંતાડી દીધી હતી. આ બાબતે પોલીસમાં જાણ કરાતા પોલીસે કોન્સ્ટેબલની સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.


વરાછા પોલીસના જ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણી તેમજ કોન્સ્ટેબલ લખન વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીતમાં સૌપ્રથમ તો ફોન ઉચક્યા ન હતા. ત્યારબાદ લખને પીઆઇની સાથે વાત કરી ત્યારે બહાર આવ્યું કે, બે દિવસ પહેલા રાત્રીના સમયે બાતમી મળી હતી. કોન્સ્ટેબલ લખન તેમજ હોમગાર્ડ મિતુલ બંને વરાછા પટેલનગરમાં ગયા હતા. ત્યાં વ્હાઇટ સ્વીફ્ટ ગાડી પકડી હતી, આ દારૂ લેવા માટે એક મોટર સાઈકલમાં ત્રણ ઇસમો આવ્યા હતા. ત્રણેયને પોલીસે અટકાવ્યા ત્યારે મુકેશ નામનો મુખ્ય બુટલેગર ફરાર થઇ ગયો હતો.




તો બીજી તરફ બીજા બંને યુવકોએ લખનને આજીજી કરીને દારૂનો માલ રાખી લેવાનું કહીને પોતાને જવા દેવા કહ્યું હતું. લાલચમાં આવેલા લખને બંને બુટલેગરોને સ્વીફ્ટ ગાડી અશ્વનિકુમાર પોલીસ ચોકી પાસે સુમસાન જગ્યાએ લઇ ગયો અને ત્યાં સ્વીફ્ટમાંથી માલ પોતાની આઇટ્વેન્ટી ગાડીમાં ખાલી કરાવી નાંખ્યો. બીજી તરફ પકડાયેલા બંનેએ લખનને કહ્યું કે અમે મુકેશને શોધવામાં તમારી મદદ કરીશું અમને થોડી બોટલો આપો અને જવા દો. લખને ત્યાં પણ લાલચ રાખીને પાંચ બોટલ આપીનં બંનેને જવા દીધા અને ત્યારબાદ આઇટ્વેન્ટી ગાડીને સરદાર પોલીસ ચોકીની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગમાં લઇ જઇ ત્યાં ગાડીમાં કવર ચઢાવી દીધું હતું. આખરે ભાંડો ફૂટતા કોન્સ્ટેબલ લખન સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.