Sale Of Liquor In Surat: બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો સામે આવ્યો છે. સુરતમાં બોટલો સાથે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામે આવેલ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઈંગ્લીશ દારૂ ભરેલી તૈયાર 130 થેલીઓ અને બોટલો ઝડપાઇ હતી. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે.


31 ડિસેમ્બર પહેલા દારુ ઝડપાયો


31 ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં ST બસમાં દારૂની હેરફેરની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ડુંગરપુરથી મહીસાગરના સંતરામપુર શહેરમાં પ્રવેશતા જ પોલીસે 9 આરોપી પાસેથી 47 હજાર કિંમતની 155 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ડુંગરપુરથી સ્કૂલ બસમાં દારૂ લાવી રહ્યા હતા


ડુંગરપુરથી દાહોદ જતી એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે નવ લોકો ઝડપાયા હતા. સંતરામપુર પોલીસે બાતમીના આધારે હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે બસમાં તપાસ કરતા બેગમાં વિદેશી દારૂ લઈ જતા નવ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 155 નંગ વિદેશી દારૂની બોટલ કે જેની કિંમત 47,280 નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 83,280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંતરામપુર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.


એક તરફ  થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો લઈને જતા ટેન્કરને જ કરી દારૂ સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ને માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા પાસે રાજકોટ તરફ દારૂનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે જેના આધારે વિવેકાનંદ પોલીસ સ્ટેશન માં આવતા આ સ્થળ પર તપાસ કરતા ટેન્કર મળી આવ્યું. પેટ્રોલના ટેન્કરમાં દારૂ રાજકોટ તરફ મોકલવામાં આવી રહ્યો. જેમાં 41,78,800 કિંમતની11,268 દારૂની બોટલ સહિત કુલ 66,85,750 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.આરોપી ભૂપતલાલ હેમારામ મેઘવાલ કે જે રાજસ્થાનના બલોતરા વિસ્તારનો છે, તેની ધરપકડ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દારૂનો જથ્થો રાજસ્થાનના ગંગાનગર તરફથી રાજકોટ મોકલવામાં આવી રહ્યો હતો એ પહેલા છે તેને જપ્ત કરી લેવામાં આવ્યો. બે દિવસ પહેલા અમદાવાદ પીસીબી ની ટીમે પણ અમદાવાદના બાવળામાંથી એસીડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી જે પણ રાજસ્થાનના ઉદયપુર તરફથી આવી રહ્યું હતું. આગામી દિવસોમાં 31 ડિસેમ્બર ની ઉજવણી થનાર છે, જેને ધ્યાને રાખી પોલીસ સક્રિય બને છે અને દારૂની હેરફેર રોકવા માટે કામે લાગી છે.