સુરત: સુરતના વેસુ વિસ્તારમાં એક મહિલાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.  મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પતિએ 4 દિવસ પહેલા બીજા લગ્ન કરી લીધા છે. મહિલાનું 6 વર્ષ સુધી લગ્ન જીવન ચાલતું હતું અને બે બાળકો પણ છે. પતિ પત્નીને હેરાન કરતો અને મારા મારી કરતો હોવાનો આરોપ છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા પાલિકાના આવાસમાં મૂળ નેપાળની મહિલા સંગીતા સોની પરિવાર સાથે રહે છે. 


પતિ ગોવિંદ સોની પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 વર્ષ પહેલાં તેણે લગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં સંતાનમાં બે દીકરા છે. ખુશીથી છેલ્લા 6 વર્ષથી લગ્ન જીવન ચાલતું હતું. પરંતુ આત્મહત્યાના મામલે યુવતીએ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા ઘરની નજીકમાં જ રહેતી યુવતી સાથે પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. જેની જાણ થતાં ફિનાઇલની બોટલ લઈને વેસુ ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પહોંચી હતી. મંદિરના પાછળના ભાગે મહિલાએ આખી ફિનાઇલની બોટલ પી ગઈ હતી. 


આ અંગે લોકોને જાણ થતાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પતિ અને સાસરિયાં વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી મહિલાને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવી હતી. સારવારમાં રહેલી મહિલાએ પતિ, સાસરિયાં અને તેની બીજી પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. જેમાં જણાવ્યું કે મને રાખવાની મનાઈ કરે છે અને મને મારવા આવે છે. મને માર મારી કપડાં પણ ફાડી નાખ્યા હતા,  મને જીવવા નથી દેતા. હું બે બાળકો સાથે ક્યાં જાવ. મને ટોર્ચર કરવામાં આવી રહી છે. બંને બાળકો સાથે મરી જઈશ. મારી સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરવા જોઈતા હતા. પતિએ આવીને કહ્યું  કે બીજા લગ્ન કરી લીધા છે. હું મારી માતાના ઘરે હતી, ત્યાં પણ મને રહેવા ન દીધી. 


સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા


સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.


આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.


બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરી હતી. જોકે બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી દેતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો આરોપી અને બાળકની શોધખોળ કરી રહી હતી.  5 આરોપીઓ પૈકીનો ઉમંગ નામનો આરોપી પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.  પહેલા તો ઝડપાયેલા આરોપી ઉમંગે ગોળ ગોળ વાતો કરી હતી પરંતુ પોલીસે કડકાઈ બતાવતા કબૂલાત કરી લીધી હતી અને શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી.