સુરત: સુરતના નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકને ચોરનાર મહિલા આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી લીઘી છે. આ મહિલા સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી ઝડપાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે પોલીસને આ ચોંકાવનારૂ કારણ જણાવ્યું હતું,
સુરતની નવી સિવિ હોસ્પિટલમાં એક મહિલા બાળકની ચોરી કરીને નાસી ગઇ હતી, જો કે ખટોદરા પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી મહિલા ઝડપાઇ હતી. ખટોદરા પોલીસે મહિલાને યુક્તિ પૂર્વક ઝડપી પાડી હતી.મહિલાએ ચોરેલા બાળક માટે મેડિકલ સ્ટોર માં ડાયપર લેવા આવી હતી આ સમય દરમિયાન વોચ રાખીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, મહિલાને બાળકો થતા ન હતા એટલે બાળકની ચોરી કરી હતી. આરોપી મહિલાને 2 મહિના પહેલા મિસ કેરેજ થયું હતું એટલે તે દુઃખી હતી. પોતે સંતાન સુખ ન પામી શકતા, આ રીતે બાળકની ચોરી કરી હતી. જો કે ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Surat: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા યુવતીને ભારે પડી, જાણો વધુ વિગતો
સુરત: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. જો કે બાદમાં આ યુવકે તેના બે મિત્રો સાથે મળીને બિભત્સ ફોટા ડાઉનલોડ કર્યા અને બાદમાં ચહેરો મોર્ફ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અડાજણમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, ઉધના સિલીકોન શોપર્સની પાસે સત્યનગરની સોસાયટીમાં રહેતા તુષાર બારડોલીયા અને મહિધ૨પુરા ભવાની માતાના મંદિર નજીક હરિપુરામાં રહેતા નિર્મલ ચૌહાણની ધરપકડ કરી છે.
કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.
દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.
એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.