સુરતઃ સુરતના જહાંગીરપુરા ખાતે વૃંદાવન ગ્રુપ દ્ધારા પ્રથમવાર પારંપારિક ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. વૃંદાવન નવરાત્રી 2016 મહોત્સવને રંગીન બનાવવા બોલિવૂડ અને ટીવી સીરિયલના કલાકારો હાજર રહેશે. જહાંગીરપુરા-અડાજણ ખાતે પ્રથમવાર યોજાનારા આ અનોખા આયોજનમાં ગુજરાતી અને બોલિવૂડ સંગીતના કોમ્બોથી ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.
આ નવરાત્રી મહોત્સવમાં બોલિવૂડ એક્ટ્રેસ કાયનાત અરોરા, મુગ્ધા ગોડસે, સુરભી જ્યોતિ સિવાય આફતાબ શિવદાસાની, ઉપેન પટેલ, ટીના દત્તા, સારાખાન ચાંદની ભગવાનાની સહિત અનેક ગુજરાતી કલાકારો હાજર રહેશે. ગુજરાતના જાણીતા સિંગર અનીલ વાંકાણી સંગીતના સૂરો રેલાવશે. વૃંદાવન નવરાત્રી 2016નું આયોજન મયુરભાઇ રંગાણી તથા ઉદયભાઇ કોલડિયા કરશે. આ બંન્ને રિયલ એસ્ટેટના અનેક જાણીતા પ્રોજેક્ટ્સ કરી ચૂક્યા છે. કાર્યક્રમને જીટીપીએલ ભક્તિની ચેનલ 551 પર લાઇવ નિહાળી શકાશે.