સુરતઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફના 530 કર્મચારીઓને છૂટા કરી નવી નિમણૂકનો ઠરાવ કર્યો છે. જેથી કર્મીઓમાં નારાજગી ફેલાતા વિદ્યાર્થીઓના શિક્ષણથી માંડીને વહીવટી કામ પર અસર પડી છે. ચાર મહિના પહેલા જ શિક્ષણ વિભાગે વીર નર્મદ સહિતની રાજ્યની યુનિવર્સિટીઓને પરિપત્ર કર્યો હતો કે, કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરતા પહેલા સરકારની મંજૂરી લેવાની રહેશે. સિન્ડિકેટની બેઠકમાં આ પરિપત્રની સાથે જ 11 મહિનાના કોન્ટ્રાક્ટ ટિચિંગ અને નોન- ટિચિંગ સ્ટાફના 530 કર્મચારીઓના કોન્ટ્રાક્ટ 16 ફેબ્રુઆરીએ પૂર્ણ થતા હોવાની બાબત મુકાય હતી.
ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતાએ કંડક્ટરની નોકરી અપાવવા યુવક પાસેથી લાંચ લીધી હોવાના આક્ષેપનો વીડિયો થયો વાયરલ
ભાજપના અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલનો એક વિડિયો વાયરલ થયો છે. જશુભાઇ ભીલે યુવાનને કંડક્ટરની નોકરી આપવા માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મારી પાસે પણ તે વિડિયો આવ્યો છે.
તપાસ કરતા કંડક્ટરની નોકરી માટે પૈસા લીધાનું જણાય છે. વિડિયો અંગે દાળમાં કંઇક કાળું છે તે નક્કી છે. ગુજરાતની ભાજપ સરકાર સેટિંગ જ કરે છે. વચેટિયાઓ બધું ફાઇનલ ન કરે ત્યાંસુધી ભરતી થતી નથી. જ્યાં ભાજપના વચેટિયાઓનું સેટિંગ ના થાય તે પેપર ફૂટી જાય છે. ભાજપ યુવાનોને બેરોજગાર બનાવવાનું કારખાનું છે. ગરીબ છોકરા પાસેથી લીધેલા પૈસા પાછા આપવા જોઈએ, તેમ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરાામ રાઠવાએ જણાવ્યું હતું