સુરતઃ સુરત કાપડ માર્કેટમાં “પુષ્પા સાડી” ધૂમ મચાવી રહી છે. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી. પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર નાંખી હતી. સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવી રહી છે.
તેલુગુ ફિલ્મ પુષ્પા ધ રાઇઝ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવી રહી છે. દેશ અને દુનિયાના લાખો લોકોએ તેને જોઈ છે.
નોંધનીય છે કે, પુષ્પા ફિલ્મ રિલીઝ થયા પછી તેના અનેક મેમ્સ બની રહ્યા છે અને તેની રિલ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે હવે પુષ્પા સાડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે.
Surat : યુવકની હત્યામાં મોટો ખુલાસો, યુવતીઓને બાથરૂમમાં ઝાંખી કરતો છેડતી, અગાઉ મહિલાઓએ કરી હતી ધૂલાઈ
સુરતઃ ગુજરાતમાં આજે બે-બે યુવકોની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તાર 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની છેડતી થતી અટકાવવા યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનું નામ સાલું વર્મા છે. હત્યારો માનસિક વિકૃત હતો. મહિલાઓના બાથરૂમમાં ઝાંખી છેડતી કરતો હતો. મહિલાઓ અવાર નવાર ધુલાઈ પણ કરી હતી.
પેટ અને છાતીના ભાગે ચાકુ મારી પતાવી દેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. એક વર્ષ પેહલા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશથી સુરત રોજગારી માટે આવ્યો હતો. દારૂના નશામાં ઝઘડો થયો હોય એમ મને લાગી રહ્યું છે, તેમ રામબાબુ ( મૃતક સાલું વર્માનો સબંધી )એ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી. હત્યારા સોમાનાથ ગુપ્તાને દબોચી સ્થાનિકોએ પોલીસને સોંપ્યો હતો.
રાજકોટમાં શાપર વેરાવળમાં યુવાનની હત્યા થઈ છે. સિમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. બોથડ પદાર્થથી યુવાનને માર માર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બે દિવસ પહેલા યુવાનની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરાઈ.