Surat News:જિંદગીની હારી ગયા બાદ પણ અન્યની જિંદગીની અજવાળવાનું કામ સુરતના એક મુસ્લિમ યુવકે ઓર્ગન ડોનેટ કરીને એક નહી બે નહી  પરંતુ 3  જિંદગીને અજવાળવાનું કામ કર્યું છે.


મૂળ સુરતના યુવાનનો અકસ્માત થયો હતો અને તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.


મૂળ સુરતના રહેનવાસી  27 વર્ષીય સદામ પઠાણ નામના યુવતનો અકસ્માત થયો હતો. જો કે બદનસીબે અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા તેનું આખરે  બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના આ  નિંર્ણયથી એક નહિ પરંતુ ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ યુવકે બે વ્યક્તિને કિડની અને એકને સ્વાદુપિંડ આપતા ત્રણ લોકોને જિંદગી નવજીવન આપ્યું છે.  


આ 2 લોકોને આપી કિડની


અમદાવાદના બાલુભાઇ કિડનીની બીમારીથી પિડીત હતા. તેમને આ મુસ્લિમ યુવકની કિડની મળતા તેમને નવજીવન મળ્યું છે.  તો 6 વર્ષથી ડાયાલિસિસ પર જીવતા 39 વર્ષીય વિકલાંગ હસમુખ ભાઇને આ  મૃતક વ્યક્તિની વધુ એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા તમને પણ નવજીવન મળ્યું હતું. તો અન્ય એક યુવતી ખુશ્બુનું ડાયાબિટિશના કારણે સ્વાદુપિડ ફેઇળ થઇ ગયું હતું. મૃતક યુવકનું સ્વાદુપિડ તેમને મળતાં ખુશી વ્યક્તિ કરી હતી.


Surat: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં યુવકે જીવ ગુમાવ્યો


સુરત:  સુરત રેલવે સ્ટેશન પર  ચાલુ ટ્રેનમાં ચડવા જતાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.  સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 33 વર્ષીય ઈમરાન નામના યુવકની આ ગંભીર ભૂલ CCTVમાં કેદ થઈ હતી.  પ્લેટફોર્મ પર ઉભા ઈમરાને ચાલુ ટ્રેનમાં ચડવા માટે બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા હતા.  ત્રીજી વખત જેવો તે ચાલુ ટ્રેનમાં ચડવા ગયો તેનો પગ લપસી ગયો અને  ટ્રેનની નીચે આવી જતાં કપાઈ ગયો હતો.


સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ઈમરાનના ઘરે પ્રસંગ હતો.  તેના ઘરે મહેમાનો આવ્યા હતા.  મહેમાનોને મૂકવા તે ઉધના રેલવે સ્ટેશને ગયો હતો.  પારડી લોકલ ટ્રેનમાં મહેમાનોની સીટની વ્યવસ્થા કરવા માટે તેણે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પગ લપસી જતાં તે ટ્રેન નીચે કપાઈ ગયો હતો.ઈમરાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.  4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 


Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી


રાજકોટ:  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે.  એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે. 


જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.