Surat News: સુરતમાં કાતિલ દોરીએ ત્રણ લોકોના જીવ લીધા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરમાં પિતા- પુત્રી સહિત ત્રણ લોકોના દોરીના કારણે અકસ્માત થતા મોત થયા હતા. સુરતમાં ગળામાં દોરી આવતા ત્રિપલ સવારી બાઈક બ્રિજ નીચે ખાબક્યું હતું. બાઈક બ્રિજ પરથી નીચે ખાબકતા પિતા-પુત્રીના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઈજા થઈ હતી. બીજી એક ઘટનામાં અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી જાણકારી અનુસાર, સુરતના જીલાની બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવારમાં મોત થયું હતું. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા જીલાની બ્રિજ પર ગઈકાલે સાંજના 5થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી રેહાનને અડી હતી. જેથી રેહાને એક હાથે દોરી હટાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બાઈક પરથી તેણે સંતુલન ગુમાવી દીધું હતું. અને બાઈક પૂલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પડી જવાના કારણે રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે.
ઉત્તરાયણના દિવસે દુર્ઘટનાઓની થઈ વણઝાર
ઉત્તરાયણના દિવસે અનેક દુર્ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા માટે આવતા કોલ્સમાં વધારો થયો હતો. એક જ દિવસમાં 108 ઈમરજન્સી સેવાને 5,897 કોલ્સ મળ્યા હતા. સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કોલ્સમાં 33 ટકાનો વધારો થયો હતો. વાહન સંબંધિત અકસ્માત કેસમાં 118 ટકાનો વધારો થયો હતો જ્યારે વાહન સિવાયના અકસ્માત કેસમાં 171 ટકાનો વધારો થયો હતો.