સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના બોરસરા ગામે કીમ નદીના પુલ ઉપર ગણેશ વિસર્જન માટે આવેલા કીમની પંચવટી સોસાયટીના 3 વ્યક્તિ પાણીમાં ડૂબી જતાં સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે અન્ય બેની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા રાહુલભાઈ ઠાકરે (26), રોહિત દિગમ્બર (18), ઋષિકેશ દિગમ્બર (13) ગણપતિ સ્થાપનાના પહેલો દિવસ પૂરો થતાં પ્રતિમાના વિસર્જન માટે નજીકમાંથી પસાર થતી કીમ નદીમાં પહોંચ્યા હતા અને માંગરોળ તાલુકાના બોરસરા ગામે કીમ બોરસરા વચ્ચે આવેલ નદીના પુલ પાસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ ઉપરોક્ત ત્રણ વ્યક્તિમાંથી એકનો પગ લપસી જતા નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેને બચવા બાકીના બે વ્યક્તિ પણ નદીમાં પડ્યા હતા જોતજોતામાં ત્રણે વ્યક્તિ નદીમાં ડુબી ગયા હતા.
ઘટનાની જાણ થતાં સુરત ઉપરાંત કોસંબા અને અન્ય એક ખાનગી કંપનીનું ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે આ ઉપરાંત કોસંબા પીઆઇ બી.કે. ખાચર સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે સ્થાનિક ગ્રામજનો સ્થળ ઉપર પહોંચ્યા છે. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.
Gujarat New CM: ગુજરાત પહેલા આ રાજ્યોમાં સીએમ બદલી ચૂક્યું છે ભાજપ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈ અટકળો તેજ થઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. એક વર્ષની અંદર CM બદલવાના કેસમાં ભાજપની આ હેટ્રિક છે.
આ રાજ્યોમાં તાજેતરમાં ભાજપે બદલ્યા છે સીએમ
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદથી પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમના સ્થાને તીરથ સિંહ રાવતને તક આપી હતી. જોકે રાવત પણ મુખ્યમંત્રી પદ પર ટકી શક્યા નહતા અને ગત 4 જુલાઈએ BJPએ તેમના સ્થાને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી પદ પર નિયુક્ત કર્યા હતા.
કર્ણાટકમાં ગત 26 જુલાઈએ તત્કાલીન મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાને CM પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના સ્થાને બસવરાજ બોમ્મઈને સીએમ બનાવાયા હતા.
આસામમાં ભાજપે સર્બાનંદ સોનોવાલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપ્યું હતું અને તેમના સ્થાને હિમંતા બિસવાને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું.
કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.