સુરતઃ શહેરની એક ટીકટોક સ્ટારને જાહેરમાં વીડિયો બનાવવો ભારે પડી ગયો છે. પ્રિયા ગોલાની નામની યુવતી જાહેરમાં ટીકટોક વીડિયો બનાવી રહી હતી, ત્યારે જ કૂતરાએ બચકું ભરી લીધું હતું. ડાન્સ દરમિયાન કૂતરાનો બચકું ભરતું વીડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે.

સુરતના અડાજણની પ્રિયા ગોલાની નામની યુવતી જરા જરા કિસમી-કિસમી સોન્ગ પર ડાન્સ કરી રહી હતી, ત્યારે કૂતરાએ તેને બચકું ભરી લીધું હતું. કૂતરું કરડવાને કાણે તેને થોડી ઇજા થઈ હતી. બાદમાં પ્રિયાએ ઘરે જ ઘરૂલુ સારવાર કરી હતી. લોકો આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ શેર કરી રહ્યા છે અને લોકો મજાક કરી આનંદ ઉઠાવી રહ્યા છે. પ્રિયા ગોલાનીને ટીકટોક પર 14 લાખ ફોલોઅર છે.