સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. આજે બપોરે સુધીમાં વિવિધ તાલુકામાં 15 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી કામરેજ માં 6 , ચોર્યાસીમાં 4 , ઓલપાડમાં 1 , માંડવીમાં 1 , પલસાણામાં 3 કેસ નોંધાયા છે. આમ, સુરત જિલ્લાનો કુલ આંકડો 470 થયો છે.
નવસારીમાં જિલ્લામાં બપોરે ૧ વાગ્યા સુધી ૧૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. નવસારી શહેરના મધ્યમાં આવેલા રામજી મંદિર પાસે રહેતા ૭૦ વર્ષય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ વિજલપોર વિસ્તારમાં આવેલા ચંદનવન સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષય યુવકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.