ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે આજે ભરુચ જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટિવની કુલ સંખ્યા 834 પર પહોંચી છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભરુચ જિલ્લામાં 253 એક્ટિવ કેસો હતા. જ્યારે કુલ 462 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી કુલ 11 લોકોના મોત થયા છે.
આ સિવાય નવસારી જીલ્લામાં સાવરે ૧૦ વાગ્યા સુધી નવા ૧૦ કેસો સામે આવ્યા છે. નવસારી, ગણદેવી, ખેરગામ તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાયા છે. જીલ્લામાં આજ દિન સુધી નોંધાયેલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 491 પર પહોંચી છે.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેરઃ કયા જિલ્લામાં આજે નવા નોંધાયા 21 કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2020 11:47 AM (IST)
આજે ભરુચ જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે. જ્યારે નવસારી જીલ્લામાં સાવરે ૧૦ વાગ્યા સુધી નવા ૧૦ કેસો સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -