નવસારીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરત પછી હવે નવસારી જિલ્લામાં કોરોનાએ ચિંતા વધારી છે. જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં 26 કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામ કેસ સવારે 11 વાગ્યા સુધીમાં જ નોંધાયા છે. ખેરગામ, ગણદેવી, ચીખલી, બિલ્લીમોરા, મરોલી સહિત જિલ્લામાં કેસમાં વધારો થયો છે.


કોરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થયા છે, જેથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 51 એક્ટિવ કેસો હતા. જેમાં 26 કેસ ઉમેરાયા છે. જ્યારે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 45 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.