ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાના હાહાકાર મચાવી રહ્યો છે. આજે ભરુચ જિલ્લામાં કોરોનાના 28 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કોરોનાના કુલ કેસો 500ને પાર થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં પૂરતી આરોગ્યલક્ષી સુવિધા ના મળતા લોકો પડોશી જીલ્લા વડોદરા અને સુરત પર નિર્ભર છે.


અનેક આજીજી બાદ સુરત અને વડોદરામાં સારવાર માટે બેડ મળે છે. જીલ્લાની Covid હોસ્પિટલના ટ્રસ્ટી અને ઉધોગપતિ પણ સંક્રમિત છે. પોતાની હોસ્પિટલ છોડી ટ્રસ્ટી પણ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કેટલા બેડની સુવિધા અને શું છે પરિસ્થિતિ, તેનો જિલ્લા પ્રશાસન પાસે કોઈ જવાબ નથી.

જિલ્લામાં રાજ્યસભા સહિત બે સાંસદ છે, પણ લોકોને કોઈ સહાય નથી. અંકલેશ્વરના ધારાસભ્ય અને ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલની માતા, ભાઈ સહિત 4 પરિવારજનો સંક્રમિત છે. મંત્રીના ભાઈ પણ ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે.