નવસારીઃ તિથલ બીચ પર મજા કરીને પરત ફરતા યુવકોને નડ્યો અકસ્માત, બે ભાઈ સહિત ત્રણના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2020 02:30 PM (IST)
ફોટો પડાવવાના શોખીન યુવકો વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ ખાતે ફોટો પડાવી પરત ધરે જતી વેળા ખેરગામ-પાણી ખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ના મોત થયા છે.
નવસારીઃ વલસાડના તિથલ બીચ પર મજા કરીને ઘરે પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યો હતો, જેમાં બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ફોટો પડાવવાના શોખીન યુવકો વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ ખાતે ફોટો પડાવી પરત ધરે જતી વેળા ખેરગામ-પાણી ખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ના મોત થયા છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામ સામે અથડાતા 3 ના મોત છે. જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. જીગ્નેશ પટેલનું ઘટના સ્થળે મોત થયું છે અને સાવન પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે.