તાપી: વ્યારાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં તળાવમાં ન્હાવામાં પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. 4 બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી બે બાળકોનો બચાવ થયો છે જ્યારે અન્ય બે બાળકોના મોત થયા છે. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી મૃત અવસ્થામાં બાળકોને બહાર કાઢ્યા હતા. મૃતક બાળકોના માતા પિતા મજૂરીકામ કરતા હોવાની માાહિતી પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ છે.


આ શહેરમાં રખડતા ઢોરે નિર્દોષ યુવકનો લીધો જીવ


પાટણ: રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકોની ફરિયાદ છતા તંત્ર કોઈ પગલા લેતુ નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરે નિર્દોષ યુવકનો જીવ લીધો છે. 18 વર્ષીય યુવકને આખલાએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે રાધનપુર શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આખલાએ યુવક પર હુમલો કર્યો હતો ત્યાર યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.


ભાવનગર વલ્લભીપુર રોડ પર ટ્રકની અડફેટે દંપત્તિનું મૃત્યુ, પાંચ વર્ષના બાળકનો બચાવ


Bhavnagar: ભાવનગર જિલ્લામાં ભાવનગર વલ્લભીપુર  રોડ પર થયેલા એક અકસ્માતમાં દંપત્તિનું ઘટનાસ્થળે  મોત નીપજ્યું છે, જયારે પાંચ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ દંપત્તિ દડવા રાંદલ મંદિરે દર્શન કરીને ભાવનગર વલભીપુર રોડ પરથી સિહોર જય રહ્યાં હતા ત્યારે ટ્રકે આ દંપત્તિના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશભાઈ કમાણી ઉંમર વર્ષ 30  અને તેમના પત્ની પાયલબેન કમાણી ઉંમર વર્ષ 26નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથે રહેલા પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે. 


વલ્લભીપુર  પાસે આવેલ સીતારામ પંપ નજીક થયેલા આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ અકસમાત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક દંપત્તિના મૃતદેહને વલ્લભીપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તાપસ હાથ ધરી છે.