Surat News: ગરમીનો પ્રકોપ વધતા સુરતમાં રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટીથી 2 વર્ષના બાળક સહિત બેના મોત થયા છે. બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તીરૂમાલા સોસાયટીમાં રહેતા બે વર્ષીય પુત્રનું મોત થયું છે. બાળકને અચાનક ઝાડા-ઊલટી થવા લાગ્યા જેથી સારવાર માટે ઉન પાટીયામાં આસ્થા ક્લિનીકમાં લઈ ગયા હતા અને સારવાર બાદ ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ તબિયત વધુ લથડી ગઈ અને તેનું ઘરે મોત નીપજ્યું હતું. વિષ્ણુનું મોત નીપજ્યા બાદ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. વિષ્ણુના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.


બીજા બનાવમાં ગોડાદરા ગોપાલનગરમા રહેતી 28 વર્ષીય યુવતીનું મોત થયું હતું. મહિલાને ગઈકાલે સવારથી ઝાડા ઊલટી હતા જે બાદ તબિયત લથડતા સ્મીમેરનું મોત નીપજ્યું છે. કલાવતી નામની મહિલાને ગતરોજ સવારથી ઝાડા ઊલટી થતાં હતાં. કલાવતીની તબિયત લથડતા સ્મીમેરનું મોત નીપજ્યું હતું. બાદમાં પીએમ કરાવાયું છે.


રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે છેલ્લા નવ દિવસમાં એક હજાર 549 લોકો ચક્કર ખાઈને બેભાનવ થયા. આ દર્દીઓને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુખાવો સહિતની વિવિધ ગરમી સંબંધીત બીમારીના રાજ્યમાં છેલ્લા નવ દિવસમાં સાત હજાર 342 કોલ્સ 108ને આવ્યા. જેમાં ઝાડા ઉલટીને લગતા કેસમાં 32 ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. તો રાજ્યમાં 40 દિવસમાં ગરમી સંબંધીત બીમારાના 108ને 33 હજાર કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 હજારથી વધુ કોલ્સ મળ્યા, જેમાં બેભાન થવાના એક હજાર 815 કેસ, પેટમાં દુખાવાના ત્રણ હજાર 551 કેસ ઈમરજંસી સર્વિસને મળ્યા છે.


અતિશય ગરમીના કારણે શરીરનું પાણી પરસેવા સ્વરૂપે બહાર આવી રહ્યું છે. જેના કારણે લોકોના શરીરમાં પાણીની કમી થઈ રહી છે અને તેઓ ડિહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે.


ડીહાઈડ્રેશનથી બચવા કાળઝાળ ગરમીમાં ઘરની બહાર ન નીકળો. પુષ્કળ પાણી પીવો, પ્રવાહીનું સેવન કરો. જો ઘરની બહાર જવું જરૂરી હોય તો છત્રી લઈને જ બહાર નીકળો.


બચાવના પગલા


વાસી ખોરાક, બજારમાંથી તળેલા અને તળેલા ખોરાક, મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.


ઉનાળામાં ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળો.


તમારા આહારમાં રસદાર ફળો અને દહીં અને લીલા તાજા શાકભાજીનો ઉપયોગ કરો.


પુષ્કળ પાણી પીવો.


ઘરની નિયમિત સફાઈ કરો અને નજીકમાં પાણી જમા ન થવા દો.


ઉલ્ટી અને ઝાડા થવા પર ઓઆરએસનું દ્રાવણ હૂંફાળા પાણીમાં પીવું.


જો રોગના લક્ષણો દેખાય, તો તરત જ દર્દીને ડૉક્ટરને બતાવો.