Crime News: સુરતના ઉધના વિસ્તારમાં  ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાળીના પ્રેમમાં અંધ બનેલા એક બનેવીએ સાળી અને સાળા બંનેની ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસે આ ડબલ મર્ડરના આરોપી બનેવી સંદીપ ગૌરની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Continues below advertisement

પ્રેમ સંબંધ અને હત્યાનું કારણપોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, હત્યારો સંદીપ અને મૃતક સાળી મમતા સાથે વર્ષ 2021થી પ્રેમ સંબંધમાં હતો. બંને એક ખાનગી ફેશન ડિઝાઇનિંગ ફર્મમાં સાથે કામ કરતા હતા, અને મમતા લાંબા સમય સુધી સંદીપના ઉધના સ્થિત ઘરે જ રહેતી હતી. જોકે, આ પ્રેમ સંબંધની જાણ સંદીપની પત્ની અને તેના પરિવારને થતાં તેમના સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાયો હતો. પરિવાર દ્વારા મમતાને પરત ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ બોલાવી લેવામાં આવી હતી.

લગ્નની જીદ અને કરુણ અંજામગત 4 ઓક્ટોબરના રોજ મમતા તેના ભાઈ નિશ્ચય અને માતા શકુંતલા સાથે લગ્નની ખરીદી માટે સુરત પરત આવી હતી. આ સમય દરમિયાન, આરોપી સંદીપે મમતા સાથે લગ્ન કરવાની ભારે જીદ પકડી હતી, એટલું જ નહીં, તેણે તેની પત્નીને જ તેની બહેન સાથે લગ્ન કરવા માટે મનાવી લેવા જણાવ્યું હતું.

Continues below advertisement

જોકે, પરિવાર સમક્ષ આ વાત મૂકવામાં આવતા મમતાએ સંદીપ સાથે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. મમતાના ઇનકારથી ગુસ્સે ભરાયેલા અને હવસની આગમાં અંધ બનેલા સંદીપે પહેલેથી જ હત્યાના ઇરાદે ઘરમાં છુપાવી રાખેલા ઘાતક હથિયાર વડે મમતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મમતાને બચાવવા માટે તેનો ભાઈ નિશ્ચય વચ્ચે પડ્યો, પરંતુ આરોપી સંદીપ તેના પર ઘાતક હથિયાર લઈને તૂટી પડ્યો. ત્યાર બાદ તેણે મમતા અને વચ્ચે પડેલા સાસુ શકુંતલા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણેયને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મમતા અને નિશ્ચયનું કરુણ મૃત્યુ થયું હતું.

સંદીપ ગૌરને સંતાનમાં ત્રણ બાળકો હોવા છતાં, અનૈતિક સંબંધો અને લગ્નની જીદે તેને ડબલ મર્ડરનો આરોપી બનાવી દીધો છે. ઉધના પોલીસે આરોપી સંદીપ ગૌરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.