સુરતઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરીને અનલોક-1નો અમલ શરૂ કરી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરી દેવાયો છે.


ગુજરાતની વિજય રૂપાણી સરકારે જે છૂટછાટો જાહેર કરી છે તેમાં વાઈન શોપ્સને પણ ખુલ્લી મૂકવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં જેમની પાસે દારૂની પરમિટ છે તે લોકોને ગુજરાત સરકાર દ્વારા માન્ય કરાયેલી શોપ્સમાંથી દારૂ ખરીદવાની છૂટ અપાઈ છે.

સુરતમાં પણ આ છૂટ મળતાં પરમિટનો દારૂ લેવા માટે લાંબી લઈન લાગી ગઈ હતી. સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલ 5 સ્ટાર હોટલમાં ગુજરાત સરકાર દ્વારા માન્ય કરાયેલી વાઈ શોપમાં દારૂ લેવા લાંબી લાઈન લાગી જતાં શોપ દ્વારા લોકોને ટોકન અપાયાં હતાં. બપોરના 11 વાગ્યા સુધીમાં જ 125 કરતાં વધારે પરમીટ ધારકોને ટોકન આપવામાં આવ્યા હતા. આ ટોકનના આધારે પરમિટ નો દારૂ મળશે. લોકોએ એવી લાગમી વ્યક્ત કરી છે કે, પરમિટનો દારૂ મળવાની શરૂઆત થતાં હાશકારો થયો છે.