Valsad News: વલસાડમાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળા પરીસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસ.એમ.સીનાં સભ્યોએ આરોપ લગાવ્યો છે.
સાથે જ એસ એમ સી સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. તેમનો આરોપ છે કે પાંચ તારીખે રસોઈયાએ ભગત બોલાવી શાળા પરિસરમાં વિધિ કરાઈ હતી. જ્યારે બલીની વિધિ શાળાથી દુર નદી કિનારે કરાઈ હતી જેમાં 25 નારીયળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી હતી. 1થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત થયા છે.
વલસાડના અંતરિયાળ વિસ્તારમાં શાળામાં ભગત ભુવા બોલાવી મેલી વિદ્યાના નામે 12 મરઘા 1 બકરાની બલી ચઢાવવામાં આવતા શાળાના જ એસએમસી સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
વલસાડના ધરમપુર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આ આવેલ નડગધરી પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગજુભાઈ ભોયા દ્વારા શાળામાં ભગત ભુવા બોલાવીને મેલી વિદ્યા કરી હતી. શાળામાં 25 નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી હતી.
સમગ્ર ઘટના ગ્રામજનો અને એસએમસી સભ્યોનાં ધ્યાન પર આવતા તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે એસએમસી સભ્યો દ્વારા વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ વધુ તપાસ થઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી. જેને લઇને ધરમપુર પોલીસ દ્વારા ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.