વલસાડઃ ગઈ કાલે વલસાડના પારિયામાં એકતરફી પ્રેમીએ પરિવાર પર જીવલેણ હુમલો કરી સગીરાનું અપહરણ કર્યું હતું અપહ્યત સગીરાને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. 10 થી વધુ પોલીસ ના કાફલાએ રાતભર જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઈ કાલે સુનિલ પટેલ નામના યુવકે સગીરાના ઘરમાં ઘુસી પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હતો.


તીક્ષ્ણ હથિયારથી હુમલામાં સગીરાની માતા અને કાકાને ગંભીર ઈજા થઈ હતી અને સગીરાનું અપહરણ કર્યું હતું. ફરાર આરોપીને ઝડપવા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સગીરાના નિવેદન અને મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે. 


સુરત માતા-પુત્રી દુષ્કર્મ અને હત્યા કેસઃ 'બાળકીની નિર્દયતા પૂર્વક દુષ્કર્મ આચારી હત્યા કરાઈ, ફાંસી સિવાય કોઈ સજા ન હોઈ શકે'


સુરત : પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલો આજે આરોપી હર્ષ સહાય ગુર્જરને કોર્ટમાં હાજર કરાયો. પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લવાયો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, બાળકીની નિર્દયતા પૂર્વક દુષ્કર્મ આચારી હત્યા કરાઈ. બાળકીની આંખમાં સુકાઈ ગયેલા આંસુ હતા. આરોપીના આ નરાધમ કૃત્ય બદલ ફાંસી સિવાય કોઈ સજા ન હોઈ શકે. આ કેસ રેર ઓફ રેર છે. આરોપીને ફાંસીની સજા થશે તો આવું કૃત્ય અટકશે. સરકારી વકીલે આરોપી ને ફાંસી થાય તેવી માંગ કરી. સજાની સુનાવણી આગામી 7 મી માર્ચ ના રોજ થશે.



બીજી તરફ બચાવ પક્ષના વકીલે  આરોપીને ઓછી સજા થાય તેવી દલીલ કરી. આરોપીને દયા ની રહમ રાખવા અપીલ કરાઈ. આરોપીને દોઢ વર્ષનું બાળક હતું ત્યારે ધરપકડ કરાઈ. ઘર ચલાવવાવાળો મોભી છે.  સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને ગઇ કાલે દોષિત ઠેરવ્યો હતો. મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યા છે. માસુમ બાળકીની અને માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માતા અને બાળકીને ઢોર મારમારી તડપાવીને મારી નાખી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ૦૬/૦૪/૨૦૧૮ ના રોજ ગુનો  નોંધાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.