સુરતઃ રસિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ ત્રણ વિધાર્થીઓ આજે સુરત આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ રહ્યા હાજર રહ્યા હતા. વિધાર્થીઓના માતા-પિતા એરપોર્ટ પર પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત સરકારનો આભાર માન્યો હતો. ત્રણેય વિદ્યાર્થીઓ વતન પતન ફરતાં એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. એક યુવતી તો તેના પિતાને જોતા જ એરપોર્ટથી દોડીને તેમને વળગીને રડી પડી હતી. પરિવારના લોકો પણ આ સમયે ભાવુક થયા હતા.
રસીયા યુક્રેનનો યુદ્ધ સતત 9 દિવસથી ચાલી રહ્યું છે. જેને લઈ ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે દિલ્લીથી વધુ ત્રણ વિધાર્થીઓ સુરત આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ રહ્યા હાજર રહ્યા હતા.
યુક્રેનથી પરત ફરેલી વિદ્યાર્થિની કિંજલ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ ત્રણ દિવસ સુધી બંકરમાં હતા અને ત્યારબાદ રોમાનીયા બોર્ડર પર પહોંચ્યા હતા. જ્યા બે દિવસ સુધી ખુલ્લા મેદાનમાં રહ્યા હતા અને ત્યાર બાદ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા. હાલ પણ યુક્રેનમાં ઘણા વિધાર્થીઓ ફસાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનના આજુ બાજુ દેશમાં 4 કેબિનેટ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે. જેમના માટે સરકાર સતત અભિયાન ચલાવી રહી છે અને ઝડપથી વતન લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.