સુરતઃ સેલ્ફી લેતા કાકરાપર ડેમ પરથી પગ લપસતા નહેરમા ખાબકેલા યુવકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.  કાકરાપાર ડેમ પર મિત્રો સાથે ફરવા આવેલા યુવકનું મોત નીપજ્યું છે. મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતા હિતેશભાઈ રબારી (ઉં.વ. 22) તેના મત્રો સાથે કાકરા પાર ડેમ ખાતે ફરવા આવ્યો હતો. કાકરાપાર ડેમ ઉપર મિત્રો ભેગા થઈ ફોટા પડાવતા હતા. મૃતક યુવાનનો છેલ્લો વિડિઓ સામે આવ્યો છે. ડેમ પર બનાવ્યો છેલ્લો વિડિઓ હતો. 






આ સમયે હિતેશભાઈ રબારી ડેમની પાળ પર ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે જ પગ લપસી જતાં ડેમના પાણીમાં પડી ગયા હતા. સાથે ફરવા આવેલા મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, લોકો આવે તે પહેલા યુવક પાણીના પ્રવામાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતા  કાકરાપર અણુ મથકના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ ગઈ કાલે વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેણમાંથી હિતેશભાઈની લાશ મળી આવી હતી. માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Ahmedabad : નરોડામાં એકલી રહેતી યુવતીની હત્યા, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
અમદાવાદઃ શહેરમાં નરોડાના હંસપુરા ખાતે બંધ મકાનમાંથી 25 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મકાન માલિક છેલ્લા 16 દિવસથી યુવતીને ભાડા માટે ફોન કરતા હતા. જોકે, યુવતીએ ફોન રિસિવ ન કરતાં તેઓ ભાડુ લેવા પહોંચતાં સમગ્ર હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક કૈલાશબેન ચૌહાણના છૂટાછેડા થયેલા છે અને અહીં એકલી રહેતી હતી. જેમને મકાન માલિક મહેશભાઈ જોષી છેલ્લા 16 દિવસથી ભાડા માટે ફોન કરતા હતા. જોકે, તેઓ ફોન રિસિવ કરતાં નહોતા. જેથી તેઓ ભાડું લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઘરને બહાર તાળું મારેલું હોવાથી તેમણે તાળું તોડતા મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે, ગત 27મી ફેબ્રુઆરીએ અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો હતો. દેવનંદન સંકલ્પ સિટીમાં મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મકાન માલિકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેવનંદન સંકલ્પ સિટીમાં બે વર્ષ પહેલાં ઈ 404 નંબરનું મકાન ખરીદ્યું હતું. આ મકાન ખેડાના રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપેલું હતું.


છેલ્લા 16 દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતાં હતાં પણ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારે મહેશભાઈને લાગ્યું હતું કે કૈલાશ બહેન મકાન ખાલી કરીને જતા રહ્યાં હશે. મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા તો બેડ પર કૈલાશ બહેનની લાશ હતી. લાશ વિકૃત હાલતમાં હતી. પોલીસને જાણ કરતાં પોલીસે  લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મહિલાના પરિવારને જાણ કરતા તેમણે કૈલાશ બહેન સાથે કોઈ સંબંધ નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવી નથી તેમજ નિવેદન આપવાથી પણ ઇનકાર કરી દીધો હતો.  નરોડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.