Cyclone Biparjoy: વાવાઝોડાના કારણે સુરતના ઉધનામાં દીવાલ ધરાશાયી થતાં 2 માસૂમ બાળકોને ઇજા પહોંચી છે. તો વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં પશુએ પણ જીવ ગુમાવ્યાં છે.


સુરતમાં 2 માસૂમ ઇજાગ્રસ્ત


વાવાઝોડુ ગઇકાલે સાંજે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પસાર થયું. આ સમયે સમગ્ર ગુજરાતમાં પવન સાથે છૂટછવાયો વરસાદ પણ પડ્યો. ભારે પવન અને વરસાદના કારણે દીવાલ તૂટી થતાં 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.

સુરતના ઉધના હેગડેવાર ખાતે નવા મકાનના બાંધકામની દિવાલ તૂટી પડતા બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં  ફાય૨ બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટના ગઇકાલે  બપોરે 12.45 વાગ્યે બની હતી. બિપરજોય ચક્રવાતને કારણે પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થતાં ઉધના હેગડેવા૨ પટેલ નગર પાસે નવા મકાનની દિવાલનું બાંધકામ ચાલતું હતું. તે દરમિયાન અચાનક દિવાલ તૂટી પડતા બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી.


વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.


હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા છે. સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો છે.


ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.