સુરત: કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી પરંતુ સુરતના એક વેપારીએ તે દૂર કરી નાખી છે અને વોટરપ્રૂફ માસ્ક તૈયાર કર્યાં છે.
કોવિડ-19 કોરોના રોગ હવે આપણા માટે સામાન્ય બની રહ્યો છે અને હવે આપણે આ રોગનો સામનો કરતાં જીવન જીવની ટેવ પડવાની છે. જેમાં કોરોના સંક્રમણ સામે માસ્ક સૌથી જરૂરી લોકોનું આજે નવું પોશાક બની ગયું છે. કોરોના ભારતમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારના વિવિધ વેરિયેશનવાળા માસ્ક બજારમાં જોવા મળી રહ્યાં છે.
પરંતુ તે વરસાદમાં કે પાણીમાં કામ ન આવી શકે તેવા હતા. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને કોરોનાનું સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે લોકો વરસાદમાં માસ્કનો કેવી રીતે ઉપયોગ કરશે તે સમસ્યા ઉભી થઇ હતી પરંતુ સુરતના એક વેપારીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વોટરપ્રુફ માસ્ક તૈયાર કર્યાં છે.
આ માસ્કની વિશેષ ખાસિયત એ છે કે, તેને પહેર્યાં બાદ માસ્ક પર પાણી અસર કરતું નથી. આ સાથે પહેરનારને શ્વાસ લેવામાં કે અન્ય કોઈ પણ તકલીફ પડતી નથી.
આવનારા દિવસોમાં વરસાદી સિઝન જોર પકડાશે ત્યારે આ પ્રકારના માસ્ક જ લોકો માટે તાતી જરૂરિયાત થઈ પડશે. આ માસ્ક ત્રણ જુદા જુદા લેયર સાથે બનાવમાં આવ્યું છે. જેમાં બહારની પાણી માસ્કને અસર ન કરે તે રીતેનું આવરણનો ઉપયોગ કરાયો છે.
જ્યારે અંદરની બાજુ પર કાપડનો ઉપયોગ કરાયો છે સાથે તેની ડિઝાઈન એ રીતે તૈયાર કરાઈ છે કે તેને પહેર્યાં પછી આસપાસથી પણ પાણી માસ્કની અંદર પ્રવેશ ન કરે. હાલ તો આ માસ્ક એક જ ડિઝાઈનમાં બનાવમાં આવ્યા છે અને તેની કિંમત 100 રૂપિયા થઈ લઈ 150 રૂપિયા સુધી માર્કેટમાં વહેંચતા જોવા મળશે.
ભારત દેશમાં સિઝન બદલાતી રહેશે પરંતુ કોરોના સામેનો જંગ તો લોકોએ લાંબો સમય સુધી લડવો જ પડશે જેને લઈ ગમે તે સિઝન આવે માસ્ક ફરજીયત પહેરવું જ પડશે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ પ્રકારના વોટરપ્રુફ માસ્ક લોકો માટે ખરેખર આશીર્વાદ સમાન સાબિત થશે.
ગુજરાતના આ મોટા શહેરમાં એક વેપારીએ તૈયાર કર્યાં વોટરપ્રૂફ માસ્ક, જાણો કેટલી છે તેની કિંમત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2020 10:45 AM (IST)
કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે. હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -