ગાંધીનગરઃ કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે અને સુરતમાં 67 વર્ષના વૃધ્ધનું મોત થયું છે. કોરોનાવાયરસનો ચેપ વિદેશથી આવનારી વ્યક્તિઓને વધારે પ્રમાણમા લાગ્યો છે. ભારતમાં મોટા ભાગના કોરોનાવાયરસના ચેપના કિસ્સા વિદેશથી આવેલી વ્યક્તિઓ અથવા તો વિદેશીઓના સંપર્કમાં આવનારી વ્યક્તિઓને લાગ્યો હોય તે પ્રકારના છે પણ આ વૃધ્ધને વિદેશ સાથે કોઈ લેવાદેવા નહોતી.



આ વૃધ્ધ ગુજરાતમાં જ કેટલાંક સ્થળે ફરવા ગયા હતા. આ ઉફરાતં દિલ્હી સહિતનાં સ્થળે પણ તે ફરવા ગયા હતા. આ દરમિયાન તેમને ચેપ લાગી ગયો એ ગંભીર બાબત છે. ભારતમાં ફરવાથી કોરોનાવાયરસનો ચેપ લાગી શકે છે તે જોયા પછી ગુજરાતીઓએ ચેતી જવાની જરૂર છે. આ વૃધ્ધને અસ્થમાની તકલીફ હતી તેથી શ્વાસ લેવામા સમસ્યા નડતી હતી. તેના કારણે તેમને લાગેલા ચેપે ગંભીર ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માત્ર 4 દિવસમાં જ ગુજરાતમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.