Surat: ગીતા જયંતી નિમિત્તે સુરત શહેરમાં 11 હજાર જેટલી ગીતા નામની બહેનો એકઠી થઈ હતી. સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ અલગ જગ્યાએથી ગીતાબેનને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો એટલે મોટી સંખ્યામાં ગીતાબ નામની મહિલાઓ એકઠી થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.




સુરત શહેરમાં ગીતા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો. ગીતા જયંતી હોવાથી સુરત શહેરમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતીના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠી થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.


અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ 2300 જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનો બન્યો હતો. જે સુરતમાં આ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો હતો અને 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી. જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે. આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ વધે તે માટે થઈ અને આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.


ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમામ સરકારી શાળામાં 6થી8 ધોરણમાં ભગવત ગીતા ભણાવવામા આવશે. ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.


ઉલ્લેખનિય છે કે, ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.