International Flights uspension:કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા સમયથી રદ કરવામાં આવી છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.


કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા સમયથી રદ કરવામાં આવી છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન પર લાગુ થશે નહીં. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બબલ એગ્રીમેન્ટ હેઠળ ચાલતી ફ્લાઈટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે.


પહેલા પણ બંધ કરાઇ હતી.


કોરોનાવાયરસના કહેરને કારણે માર્ચ 2020 થી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. ભારત અન્ય દેશો સાથે 'એર બબલ' ગોઠવણ સાથે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું હતું કારણ કે લોકડાઉન પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કર્યા પછી કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને રસીકરણમાં વધારો થયો હતો.


અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 31 જાન્યુઆરી 2022 સુધી રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત 31 જાન્યુઆરી 2022 સુધી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરશે નહીં. ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના આદેશના આંશિક ફેરફારમાં, ભારતમાં અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન 31 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. થોડા થોડા દિવસથી રોજના બે લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970  નવા કેસ નોંધાયા છે અને 441 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,88,157 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 44,889 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,31,000 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે.